/connect-gujarat/media/post_banners/d7d7db5613b80eee3a073a9a2acc6c910811b51a7ba390bfb834e6f6818e0f3f.webp)
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે નગરપાલિકા દ્વારા ચાલી રહેલ પાઇપલાઇનની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ ગામે મોટા તળાવ પાણીની ટાંકી નજીક પાલિકા દ્વારા પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મળતી માહિતી મુજબ, લીંબા રબારી નામની એજન્સી દ્વારા પાઇપો નવી અને વાલ જુના બેસાડી કામ કરવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ કામગીરીમાં વાલ લીકેજ છે, તે પણ લોકોએ મોબાઈલ વિડિયોમાં કેદ કર્યું છે.
આ અગાઉ પણ આ એજન્સીએ નગરપાલિકાની બિલકુલ બાજુમાં પાણીની ટાંકી નીચે આરસીસી રોડની કામગીરીમાં 4 ઇંચ પીસીસી અને રોડ ભરવામાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરેલ હોવાનું જાણવા મળ્યું છે. આમોદમાં વિકાસના કામમાં ખરેખર ભ્રષ્ટાચારે માજા મુકી દીધી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે, હવે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરાશે કે, પછી કોઈ બહાનું કાઢી નવા વાલ બેસાડવામાં આવશે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.