Connect Gujarat
ભરૂચ

ભરૂચ:આમોદની બે જૈન દીકરીઓ સંસારની મોહમાયા ત્યજી સંયમનો માર્ગ અપનાવતા વર્ષીદાન શોભાયાત્રા નિકળી

બે જોડીયા દીકરીઓ મુમુક્ષુ કુમારી શ્રેયાબેન અને મુમુક્ષુ કુમારી શ્રુતિબેને સંસારની મોહમાયા ત્યજી દીક્ષા લેવાનું નક્કી કર્યું

X

ભરૂચના આમોદમાં કરવામાં આવ્યું આયોજન

બે જૈન દીકરીઓએ અપનાવ્યો સંયમનો માર્ગ

વર્ષીદાન શોભાયાત્રાનું કરવામાં આવ્યુ આયોજન

ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત

ભરૂચના આમોદ જેવા નાના નગરમાં રવિવારના દિવસે બે જૈન દીકરીઓએ સંસારનો ત્યાગ કરી સંયમના માર્ગ અપનાવતા તેમનો વર્ષીદાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના આમોદના વતન પ્રેમી વિપુલચંદ્ર નવલચંદ શાહ હાલ રહે.અમરોલી-સુરતની બે જોડીયા દીકરીઓ મુમુક્ષુ કુમારી શ્રેયાબેન અને મુમુક્ષુ કુમારી શ્રુતિબેને સંસારની મોહમાયા ત્યજી દીક્ષા લેવાનું નક્કી કરતા આજરોજ ગુરુ સાધ્વી ભગવંતોની હાજરીમાં તેમનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો.

જૈન એલર્ટ ગ્રુપ દ્વારા મુમુક્ષુ દીકરીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.આમોદમાં દરુ પટેલની ખડકીમાં ભરતભાઈ શાહના નિવાસ સ્થાનથી વર્ષીદાનનો વરઘોડો બેન્ડવાજાની સુમધુર ધૂન ઉપર ધાર્મિક ગીતોના સથવારે નીકળ્યો હતો.વરઘોડો જનતાચોક, દિલાવર મંજીલ, ટાવર ચોક તેમજ તિલક મેદાન થઈ વાટા દેરાસર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી.વરઘોડામાં દીક્ષા લેનાર બે જોડીયા બહેનો પણ ધાર્મિક ગીતોની ધૂન ઉપર ઝૂમી ઉઠી હતી તેમજ સમગ્ર જૈન સમાજ પણ ઉત્સાહભેર વરઘોડામાં જોડાયો હતો.વર્ષીદાનના વરઘોડા દરમિયાન દીક્ષા લેનાર બહેનો દ્વારા વસ્તુઓની ઉછામણી કરી હતી.

Next Story