અંકલેશ્વર : કોવિડ સ્મશાન નજીક અજાણ્યા વ્યક્તિએ બાવળે લટકી આયખું ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ...

નદી કિનારે આવેલી ઝાડી ઝાંખરામાં અંદાજીત 50થી 55 વર્ષના આધેડનો ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

New Update
અંકલેશ્વર : કોવિડ સ્મશાન નજીક અજાણ્યા વ્યક્તિએ બાવળે લટકી આયખું ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ...

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે અંકલેશ્વર છેડે આવેલા કોવિડ સ્મશાન નજીક ઝાડીઓમાં એક આધેડ વયના પુરૂષનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના અંકેલશ્વર છેડે નર્મદા મૈયા બ્રિજ નીચે કોવિડનું સ્મશાન આવેલું છે, જ્યાં નજીકમાં જ નદી કિનારે આવેલી ઝાડી ઝાંખરામાં અંદાજીત 50થી 55 વર્ષના આધેડનો ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં એક ઈસમને મૃતદેહ જોવા મળ્યો હતો.

જેની જાણ તેઓએ સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીને કરી હતી. જે બાદ સામાજિક કાર્યકારે સ્થળ પર પહોંચી અંકલેશ્વર બી' ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. માહિતી મળતા જ અંકલેશ્વર બી' ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક ઇસમના વાલી-વારસોને શોધવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories