અંકલેશ્વર: શહેર વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે જુગાર રમતા 10 જુગારી ઝડપાયા,હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ચૌટા નાકા સ્થિત મેઘના આર્કેટ પાસે તાડ ફળિયાની બાજુની દીવાલ નજીકથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૮૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર: શહેર વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે જુગાર રમતા 10 જુગારી ઝડપાયા,હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
New Update

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ચૌટા નાકા સ્થિત મેઘના આર્કેટ પાસે તાડ ફળિયાની બાજુની દીવાલ નજીકથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૮૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો બીજી બાજી તાડ ફળિયામાં પણ જુગાર રમતા 6 જુગારી ઝડપાયા હતા

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ચૌટા નાકા સ્થિત મેઘના આર્કેટ પાસે તાડ ફળિયાની બાજુની દીવાલ નજીક સટ્ટો બેટિંગનો જુગાર ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૧ હજાર અને ચાર મોબાઈલ ફોન તેમજ એક રીક્ષા મળી કુલ ૮૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના કસક વિસ્તારમાં રહેતો જુગારી સરફરાજ એહમદ શેખ,અન્ય પ્રીતમ રાવળ,શિવદાસ માણેક વાડેકર તેમજ રાકેશ પ્રભુ પટેલને ઝડપી પાડ્યો હતો જયારે મુખ્ય સુત્રધાર વિજય દલપત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ તરફ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં રહેતો વિજય દલપત વસાવા પોતાના ઘર પાસે માણસો ભેગા કરી સટ્ટો બેટિંગનો જુગાર ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે મુખ્ય સુત્રધાર વિજય વસાવા અને અન્ય બે ઈસમો ફરાર થઇ ગયા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ચાર મોબાઇલ ફોન મળી કુલ ૨૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતી ભાગોળ સ્થિત દાતાર નગરમાં રહેતો જુગારી સેહ્બાઝ અનવર શેખ,કિશોર રાજા પટેલ કાન્તિલાલ દયારામ ચાંપાનેરી અને રતિલાલ વસાવા,મહેશ ઠાકોર પટેલ તેમજ વસીમ ઝમીર સૈયદને ઝડપી પાડ્યો હતો.

#Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #seized #Ankleshwar police #caught #gambling #10 gamblers #Tad Faliya #valuables worth
Here are a few more articles:
Read the Next Article