અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોથી અંદાજિત 10 કિલોથી વધુનો ગાંજો મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
ભરુચ એસ.ઓ.જીએ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ ચોકડીથી ઇ.ટી.એલ ચોકડી જવાના માર્ગ ઉપર ગલ્લામાં મહિલા માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 3.512 કિલો 35 હજારનો ગાંજો તેમજ રોકડા મળી કુલ 86 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મૂળ યુપી તેમજ હાલ જીતાલી ગામની સ્વીટડ્રીમ સોસાયટીમાં રહેતી બુલબુલદેવી રાજેશ તૂનતૂન મંડલને ઝડપી પાડી હતી.
આ તરફ અંકલેશ્વરના અંદાડા ગામની ખોડિયાર નગર સોસાયટીના મકાન નંબર-એ/62ની આગળ ઓટલા પાસે બનાવેલ ફૂલછોડ વાવણી વાળી જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજ્ન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોડ ઉગાડવામાં આવ્યો છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડી સ્થળ પરથી ગાંજાનો લીલો છોડ 7.700 કિલો ગ્રામ મળી કુલ 77 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મૂળ બિહાર તેમજ હાલ ખોડિયાર નગર સોસાયટીમાં રહેતો જીતેન્દ્રકુમાર દેવલાલ પ્રસાદને ઝડપી પાડ્યો હતો.