/connect-gujarat/media/post_banners/c422b1ca41db60dc4187e8faf625d836f13f62b4c56d28996bdcfdf940747144.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર વિમલ ગુટખાના પાઉચ લઈ જતાં ટ્રકનું પાયલોટિંગ કરતી કાર સાથે રૂ. 18.29 લાખના મુદ્દામાલ સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અસામાજીક પ્રવૃતિઓ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વા આપેલ સુચના સૂચનાના આધારે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે.ભુતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે વિમલ ગુટખાના પાઉચનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે, અને તે ટ્રકનું કાર વડે પાયલોટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે મોતાલી પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક અને કાર આવતા પોલીસે તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી 1.56 લાખ નંગ વિમલ ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે ગોધરાના પોલન બજારમાં રહેતા સાજીદ ઈલ્યાસ એહમદ ભમેરી અને ઈદરીશ ઉર્ફે ભુરીયો સિદીક અબ્દુલ હક ટપલાની અટકાયત કરી ગુટખાના જથ્થા અંગે પૂછપરછ કરતાં તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે રૂ. 6.24 લાખની વિમલ અને રૂ. 10 લાખની ટ્રક મળી કુલ રૂ. 18.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બન્ને ઇસમો વિરુદ્ધ ગોધરા અને અન્ય જીલ્લાના પોલીસ મથકો પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.