અંકલેશ્વર : ચૌટાનાકા નજીક મહિલાની સોનાની ચેઈન તફડાવનાર મહારાષ્ટ્રની 2 મહિલાઓ ઝડપાય...

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રજાપતિ ફળિયામાં રહેતા રમીલા પટેલ ગતરોજ સવારે કામ અર્થે ભરૂચ ગયા હતા.

New Update
અંકલેશ્વર : ચૌટાનાકા નજીક મહિલાની સોનાની ચેઈન તફડાવનાર મહારાષ્ટ્રની 2 મહિલાઓ ઝડપાય...
Advertisment

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરના ચૌટા નાકા વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી રૂ. 1 લાખની સોનાની ચેઈનને ઝૂંટવીને ભાગતી 2 મહિલાઓને સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કરી હતી.

Advertisment

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રજાપતિ ફળિયામાં રહેતા રમીલા પટેલ ગતરોજ સવારે કામ અર્થે ભરૂચ ગયા હતા. જેઓ ત્યાંથી પરત પોતાના ઘરે આવવા માટે અંકલેશ્વરના ચૌટા નાકાથી રીક્ષામાં સવાર થઇ સજોદ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર મોદીનગર પાસે તેઓએ ગળામાં પહેરેલ રૂ. 1 લાખની સોનાની ચેઈન તપાસ કરતા તે મળી આવી ન હતી, જેથી મહિલાએ રીક્ષામાં મુસાફરી કરતી અન્ય 2 મહિલાઓને સોનાની ચેઈન અંગે પુછપરછ કરતા તે બન્ને રીક્ષામાંથી ઉતરી ભાગવા લાગી હતી. જેથી રમીલા પટેલે બુમરાણ મચાવતા સ્થાનિકોએ બન્ને મહિલાને પકડી પાડી પોલીસને હવાલે કરી હતી. પોલીસે મહારાષ્ટ્રના ભુસાવલ રેલ્વે સ્ટેશન પાસે રહેતી રંજીતા ઉર્ફે રેખા પાથરે અને વના પાથરેને ચોરી કરેલ સોનાની ચેઈન સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories