Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: 3 હજાર કિલો કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા ટેમ્પો ચાલક સહિત 3 આરોપીની ધરપકડ

બાકરોલ બ્રિજથી ખરોડ ગામ તરફ 3 હજાર કિલો કેમિકલ વેસ્ટ સ્ક્રેપ બેગ ગેરકાયદેસર ખાલી કરવા જતા ટેમ્પો ચાલક સહીત ત્રણ ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

અંકલેશ્વરના બાકરોલ બ્રિજથી ખરોડ ગામ તરફ 3 હજાર કિલો કેમિકલ વેસ્ટ સ્ક્રેપ બેગ ગેરકાયદેસર ખાલી કરવા જતા ટેમ્પો ચાલક સહીત ત્રણ ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જી.આઈ.ડી.સીમાં આવેલ વામોટેક કંપનીમાંથી હેઝાર્ડ વેસ્ટ ભરી ટેમ્પોનો ચાલક અન્ય બે ઇસમો સાથે ખરોડ ગામની સીમમાં ખાલી કરવા જઈ રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે બાકરોલ બ્રીજથી ખરોડ જવાના માર્ગ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા સ્ક્રેપ બેગમાં રહેલ વેસ્ટ કેમિકલ 3 હજાર કિલો મળી આવ્યું હતું પોલીસે ટેમ્પો ચાલકની પુછપરછ કરતા તેણે આ જથ્થો વામોટેક કંપનીમાંથી ચાંદ મનીહાર ભંગારવાલાએ ભરી આપી ખરોડ ગામની સીમમાં નિકાલ કરવાનું જણાવ્યું હોવાની કબૂલાત કરી હતી પોલીસે ટેમ્પો ચાલક કનૈયાલાલા શકટુ યાદવ અને બે મજૂરોને ઝડપી પાડી જી.પી.સી.બી.અને એફ.એસ.એલમાં જાણ કરી હતી

Next Story