Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ, રૂ. 10.40 લાખનો મુદ્દામાલ જપ્ત...

મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન ચોક્કસ માહિતી મળી હતી.

અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ, રૂ. 10.40 લાખનો મુદ્દામાલ જપ્ત...
X

ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો, 2 કાર તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. 10.40 લાખના મુદ્દામાલ સાથે 3 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન ચોક્કસ માહિતી મળી હતી. કે, વાગરા તાલુકાના રહાડ ગામ ખાતે રહેતો ઈસમ પોતાની ઇકો કારમાં વિદેશી દારૂ ભરી પાયલોટીંગ કાર સાથે મહારાષ્ટ્રથી વાલિયા આવી રહ્યો છે. જે આધારે વાલિયા ચોકડી નજીક જયાબેન મોદી હોસ્પિટલ નજીક પોલીસે વોચ ગોઠવી બન્ને કારને અટકાવી હતી. જેમાં તલાસી લેતા તેમાં કુલ 62 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે વિદેશી દારૂનો જથ્થો, 2 કાર તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. 10.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે બન્ને કારમાં રહેલા રહાડ ગામના ઈસમ અને ભરૂચ બળેલી ખોના રહેવાસી શખ્સને ઝડપી પાડી તેમની ધરપકડ કરી હતી, જ્યારે ભરૂચ મારવાડી ટેકરા નજીક રહેતી મહિલા બુટલેગર, અક્કલકુવા મળવા આવેલ બિયર બારના સંચાલક અને ખાપરના એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Next Story