/connect-gujarat/media/post_banners/a8cd947101ecf602d435526791cdfdf608dfec1908512e411de1855c7682ea78.webp)
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર બી' ડીવીઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપો નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા 3 ઈસમો પાસે રહેલ સ્પોર્ટ્સ બેગમાંથી શંકાસ્પદ 73 મોબાઈલ અને 2 લેપટોપ સહીત કુલ રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી' ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, જીઆઈડીસી બસ ડેપો સામેના શોપિંગ નજીક 3 ઈસમો સ્પોર્ટસ બેગમાં મોબાઈલ ફોન લઇ શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ડીસન્ટ હોટલની પાસે બાતમીવાળા ઈસમોને અટકાવી તેઓ પાસે રહેલ સ્પોર્ટ્સ બેગમાં તપાસ કરતા 2 બેગમાંથી 70 નંગ મોબાઈલ ફોન, જ્યારે અન્ય એક બેગમાંથી 2 લેપટોપ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય ઈસમોને મુદ્દામાલ અંગે પૂછતા તેઓએ ઉડાવ જવાબ આપો હતો, ત્યારે પોલીસે સુરતના વરાછા રોડ ઉપર આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ ત્રિકમનગરમાં રહેતા મનોહરસિંહ પુરોહિત, અનીશ તિવારી અને સુરેન્દ્ર પ્રજાપતિની કુલ રૂ. 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.