Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના 3 ગામ બન્યા સંપર્ક વિહોણા,તંત્ર આવ્યુ મદદે

ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે

X

ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદી ગાંડીતુર બની છે. નર્મદા નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારના ગામોમાં ફરી વળ્યા છે ત્યારે અંકલેશ્વરના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે. છાપરાથી નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ માર્ગ પર બે લોકો ફસાય જતા તંત્ર દ્વારા તેમનુ રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રના અધિકારીઓએ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરરક્ષિત સ્થળે ખસેડયા હતા

Next Story