Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીકથી દારૂના જથ્થા સાથે 4 ઈસમો ઝડપાયા, રૂ. 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત...

વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી રૂપિયા 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીકથી દારૂના જથ્થા સાથે 4 ઈસમો ઝડપાયા, રૂ. 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી બ્રિજ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં લવાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી રૂપિયા 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના ભુસાવળથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ નંબર જીજે-03-એએક્સ-0012માં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવનાર છે, અને ઈકો કાર નંબર જીજે-16-સીએન-8233માં વિદેશી દારૂનું જથ્થો લેવા માટે કેટલાક ઇસમો આવનાર છે, આ સાથે જ એક્ટિવા નંબર જીજે-16-સીપી-0451નો સવાર કારનું પાઇલોટિંગ કરે છે.

જેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન બાતમી વાળી ટ્રાવેલ્સ આવી હતી, અને ચાલક સહિત 4 ઇસમો ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઈકો કારમાં ભરી રહ્યા હતા, તે સમયે પોલીસે દરોડા પાડ્યા હતા. અને સ્થળ પરથી વિદેશી દારૂની 559 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 94 હજારનો દારૂ અને રૂ. 7 લાખની ટ્રાવેલર્સ તેમજ કાર અને એક્ટિવા મળી કુલ રૂ. 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં સોનગઢની ગોપાલનગર સોસાયટીમાં રહેતા બસ ચાલક ભગવત સિંહ ઉર્ફે છોટું બાબુસિંહ ભાટી, ભુપેન્દ્રકુમાર રમેશ ફૂલમાળી અને રોશનકુમાર જયેશ વસાવા તેમજ જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહિલા બુટલેગર સહિત 2 લોકોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story