/connect-gujarat/media/post_banners/f54402d47e59ee8fa1d75f3b9a93638c435a90d18e64099899be130136312f37.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક વાલિયાથી સુરત જવાના માર્ગ પર રૂ. 7 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની વાલિયા ચોકડીથી સુરત જવાના માર્ગ પરથી SOG પોલીસ સહિત અંકલેશ્વર GIDC પોલીસે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન 4 પરપ્રાંતિયો હાથમાં ટ્રાવેલ બેગ લઈને નજરે પડ્યા હતા. જેઓને અટકાવી પોલીસે પૂછપરછ કરતાં તેમની પાસે રહેલી બેગમાંથી 38 જેટલા પેકેટ મળી આવ્યા હતા. જેને ખોલતા અંદરથી નશાકારક માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે FSLને બોલાવી સેમ્પલ લેબમાં મોકલી આપ્યા હતા. સાથે જ 76 કિલો 300 ગ્રામ ગાંજાના વિપુલ જથ્થાને જપ્ત કરી ઓરિસ્સાના ખોરદા જિલ્લાના બાનપુર તાલુકાના 4 આરોપી પ્રસાદ પ્રમોદ પાંડા, દિનેશ રમેશ શાહુ, મનોજ ચાંદ ભગવાન ચાંદ અને રાકેશ ગદાધર પ્રધાનની 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 7.68 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે જીઆઇડીસી પોલીસે નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ હેઠળ ચારેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.