Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જુના તરીયા ગામે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાય

પવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે,

X

પવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે, ત્યારે નર્મદા જયંતિ નિમિતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના તરીયા ગામ ખાતે શ્રદ્ધાળુઓએ ભેગા થઈને નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. જેમાં 10થી વધુ નૌકાઓની મદદ લઈ શ્રધ્ધાળુઓએ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી. આ તકે નમામિ દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જોકે, જૂના તરિયા ગામમાં 6 મહિના પહેલા જ માઁ નર્મદાનું પૂર આવવાના કારણે ગામ ડૂબી ગયું હતું, અને ખેડૂતો મોટાપાયે અહી નુકશાન પણ થયું હતું. પરંતુ આ ગામના લોકોમાં માઁ નર્મદા પ્રત્યે રહેલી અપાર શ્રદ્ધા અને આસ્થાના કારણે માઁ નર્મદા આજે પણ તેમની સાથે છે, ત્યારે સુ ગ્રામજનોએ ભેગા મળી નર્મદા જયંતિની ધામધૂમથી ઉજવણી કરી હતી.

Next Story