અંકલેશ્વર : વીજળીના થાંભલા સાથે મોપેડ ટકરાતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત, અન્ય કિશોર સારવાર હેઠળ

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોપેડ સવાર 2 કિશોરોને અકસ્માત નડતાં 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,

New Update
અંકલેશ્વર : વીજળીના થાંભલા સાથે મોપેડ ટકરાતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત, અન્ય કિશોર સારવાર હેઠળ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોપેડ સવાર 2 કિશોરોને અકસ્માત નડતાં 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર ઈજાના પગલે 15 વર્ષીય કિશોરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતો 15 વર્ષીય દિવ્ય શુક્લા તેમજ સનફ્લોર રેસીડેન્સીમાં રહેતો 13 વર્ષીય આયુષ યાદવ મોપેડ લઈને જતાં હતા, તે દરમિયાન સાંઈ દર્શનથી સાંઈ શ્રદ્ધા સોસાયટી વચ્ચેના માર્ગ પર વીજળીના થાંભલા સાથે તેઓનું મોપેડ ટકરાતા 13 વર્ષીય આયુષ યાદવનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 15 વર્ષીય દિવ્ય શુક્લાને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા અર્ધ બેભાન અવસ્થામાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પોલીસે અકસ્માતે એક કિશોરનું મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાના કિશોરોના હાથમાં વાહનનું સંચાલન જવાથી અકસ્માત થવાની સંભાવના રહે છે, ત્યારે વાલીઓએ પણ સજાગ થઈ પોતાના બાળકોને વાહન નહીં આપવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Latest Stories