/connect-gujarat/media/post_banners/306669fdb4a81e616fd226393bae28c68de4977aeb7a8066f42f400a858a5e6e.jpg)
અંકલેશ્વરમાં પાડોશી નરાધમે બે વખત બે વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારતા બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીને ઝડપી પાડી પોક્સો એક્ટ સહિતના ગુના હેઠળ તપાસ હાથ ધરી છે.
ગત તારીખ-૩૦મી નવેમ્બરના રોજ રાતે અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી બે વર્ષીય બાળકી તેના પિતા નોકરી ઉપર જતા હતા તે વેળા તેઓને ટાટા બાય બાય કહેવા બહાર નીકળી હતી તે સમયે પાડોશી યુવાન અભિષેક રામબાબુ ચૌધરી બાળકીને ઊંચકી તેના ખોળામાં બેસાડી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ ગત તારીખ-૨જી ડીસેમ્બરના રોજ પણ આવી જ રીતે બાળકી તેના પિતાને ટાટા બાય બાય કહેવા બહાર નીકળી હતી તે સમયે ફરી અભિષેક રામબાબુ ચૌધરી તેની સાથે દુષ્કર્મ આચરતા બાળકી રડવા લાગી હતી તે વેળા ઘરમાં કપડા ધોતી માતાએ બાળકીના રડવાનો આવાજ સાંભળતા તે દોડી આવી હતી અને નરાધમ પાસેથી બાળકીને ઝુટવી લીધી હતી.અને બાળકીને ગુપ્ત ભાગે ઈજાઓ જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી અને અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ખાતે બળાત્કાર અંગેનો ગુનો નોંધાવ્યો હતો પોલીસે ૩૭૬ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હવસખોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.