/connect-gujarat/media/post_banners/cc91c76e17d707b1de9c6cb41eb91f3e1e42bb429caf947e6d471fe68e96e7df.webp)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી કંપનીના ગેટ બહાર પાર્ક કરેલ ઉદ્યોગપતિની ગાડીના કાચ તોડી ગઠીયા રોકડા રૂપિયા ૩.૬૦ લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પાર્ક સ્થિત મનોરથ સોસાયટીમાં રહેતા બીપીન કાળુંભાઈ કોઠીયા જી.આઈ.ડી.સી.ની કોહીનુર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કંપની ચલાવે છે જેઓ ગતરોજ સવારે રાબેતામુજબ કંપની ઉપર ગયા હતા ત્યાંથી પોતાની કાર લઇ પ્રતિન ચોકડી સ્થિત આંગણીયા પેઢીમાંથી રોકડા રૂપિયા ૩.૬૦ લાખ લેપટોપના બેગમાં ભરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી કંપનીના ગેટ બહાર ગાડી પાર્ક કરી કંપનીમાં મિત્રને મળવા ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ગાડીના ડ્રાઈવર સાઈડના દરવાજાનો કાચ તોડી અંદર લેપટોપના બેગમાં રહેલ રોકડા રૂપિયા ૩.૬૦ લાખની ચોરી કરી કરી ફરાર થઇ ગયા હતા ૧૦ મિનીટ બાદ બીપીન કાળુંભાઈ કોઠીયા પોતાની કાર પાસે આવતા તેઓએ પોતાની ગાડીના કાચ તૂટેલા જોતા તેઓને ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું ચોરી અંગે તેઓએ જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.