/connect-gujarat/media/post_banners/9f0e9cc4c6e1285985cdaaa7c2056097a0836df2365ba90f732b9545acf1bf78.webp)
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામના યોગી એસ્ટેટના ગેટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસમડી ગામના સંસ્કારધામ સોસાયટીમાં રહેતો બુટલેગર વિજય આબાભાઈ કોલી જીતાલી ગામના યોગી એસ્ટેટના ગેટ પાસે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૭ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર વિજય કોલીને ઝડપી પાડ્યો હતો.