અંકલેશ્વર સ્થિત રાજસ્થાની સમાજ દ્વારા પાલિકા પ્રમુખનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. પાલિકા ખાતે ગત રોજ બોર્ડમાં ત્રણ રસ્તા સર્કલ બનવાની રાજસ્થાની સમાજની અરજી મંજૂર કરી હતી. અત્યાધુનિક સર્કલ રાજસ્થાની સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવશે. અંકલેશ્વરની ઓળખ એવા ત્રણ રસ્તા સર્ક નું નવીનીકરણ કરવામાં આવશે.
અંકલેશ્વર પાલિકા સભાખંડ ખાતે બે દિવસ પૂર્વે મળેલી બોર્ડ મીટીંગમાં અંકલેશ્વર રાજસ્થાન સમાજ દ્વારા ત્રણ રસ્તા સર્કલ બનાવી આપવાની દરખાસ્ત અરજી કરી હતી. જેને બહુ મતે મંજૂર કરવામાં આવી હતી. રાજસ્થાની સમાજ દ્વારા અંકલેશ્વર ની ઓળખ સમા ત્રણ રસ્તા સર્કલની આધુનિકકરણ કરી અત્યાધુનિક સર્કલ બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પાલિકા દ્વારા તેમની આ ઇચ્છા ને મંજૂરી આપતા રાજસ્થાની સમાજ ના આગેવાનો દ્વારા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું આવ્યું હતું. અને પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવા તેમજ કારોબારી ચેરમેન સંદીપ પટેલ ને રાજસ્થાન ની ઓળખ એવી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તો પાલિકા ઉપપ્રમુખે કલ્પનાબેન મેરાઈ નું શાલ ઓઢવાની સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ ના અગ્રણી ધનરાજભાઈ ની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ દ્વારા આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.