અંક્લેશ્વર : મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન આર્શિવાદરૂપ, જુઓ કોનો પ્રયાસ રંગ લાવ્યો..!

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે રહેતી 2 વર્ષીય મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન ખૂબ આશીર્વાદરૂપ સાબિત થયું છે.

New Update
અંક્લેશ્વર : મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન આર્શિવાદરૂપ, જુઓ કોનો પ્રયાસ રંગ લાવ્યો..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે રહેતી 2 વર્ષીય મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન ખૂબ આશીર્વાદરૂપ સાબિત થયું છે. ધારાસભ્ય દુષ્યંત પટેલના પ્રયાસોથી આ મશીન બાળકીને મળતા તેના જીવનમાં ફરી આશાનું કિરણ ઊગ્યું છે.

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે રહેતી સાક્ષીસિંઘ નામની બાળકી જન્મથી મુક બધિર હોવાથી તેનું ભવિષ્ય અંધકારમય બની બન્યું હતું. આવી પરિસ્થિતિના પગલે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા તેના પિતા ધર્મેન્દ્રસિંઘ ખૂબ ચિંતામાં ગરકાવ હતા. તેવામાં ધર્મેન્દ્રસિંઘના મિત્રોએ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનો સંપર્ક સાધવા જણાવ્યુ હતું, ત્યારે દુષ્યંત પટેલે સાક્ષી અંગેની તમામ વિગતો મેળવી ગુજરાત સરકારના આરોગ્ય ખાતાના મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતના આધારે તેમજ ગુજરાત સરકારની બાળકો માટેની આરોગ્યલક્ષી યોજનાના અનુસંધાને નાનકડી બાળકી એવી સાક્ષીસિંઘને કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન ફાળવવામાં આવ્યું હતું. આ મશીનના ઉપયોગ વડે હવે સાક્ષીના જીવનમાં આશાનું કિરણ ઉગી નીકળ્યુ છે. ઉપરાંત આવશ્યક એવી સ્પીચ થેરાપી માટેની વ્યવસ્થા પણ કરાતા સાક્ષીના પિતા ધર્મેન્દ્રસિંઘ અત્યંત ખુશ થઈ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જનતાને અપીલ કરી છે કે, કોઈપણ બાળકને કોઈપણ આરોગ્યલક્ષી તકલીફ હોય અને તે માટે સરકારની જરૂર જણાય તો તેમણે તાત્કાલિક સંપર્ક કરવો, જેથી બાળકની આરોગ્યલક્ષી તકલીફો દૂર કરી શકાય. અત્રે નોંધવુ રહ્યું કે, આ અગાઉ પણ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા 3થી 4 બાળકોને જટિલ કહી શકાય તેવી સર્જરી અને અન્ય આરોગ્યલક્ષી ઓપરેશન તેમજ ખર્ચાળ દવાઓ અંગે ખાસ સરકારી યોજના દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેના પગલે બાળકોના પરિવારજનો આજે પણ સરકારની યોજના અને ધારાસભ્યની કામગીરી માટે આભાર અને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories