અંકલેશ્વર : ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતી જીન ફળિયાની મહિલા વિરુદ્ધ એ’ ડિવિઝન પોલીસની કાર્યવાહી....

જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ જીન ફળિયાના મકાનમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડી 10 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

New Update
અંકલેશ્વર : ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતી જીન ફળિયાની મહિલા વિરુદ્ધ એ’ ડિવિઝન પોલીસની કાર્યવાહી....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ જીન ફળિયાના મકાનમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડી 10 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઉતરાયણના તહેવારને અનુલક્ષીને ચાઈનીઝ દોરીના વેચાણ કે, વપરાશ પર જિલ્લા કલેકટરના પ્રતિબંધના જાહેરનામાની અમલવારી સંદર્ભે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ જીન ફળિયામાં રહેતી મહિલા પોતાના ઘરમાં ચાઈનીઝ દોરીના ફિરકાનું ચોરીછૂપીથી છૂટક વેચાણ કરે છે, ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ઘરમાં તલાસી લેતા ઘરમાં કોથળામાં છુપાવેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના બોબીન મળી આવ્યા હતા. પોલીસે 18 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી બોબીન જેની કિંમત 10,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.