/connect-gujarat/media/post_banners/000f3e5889a345d5ce2130e6016a4a31c0a764cbc2418d642662c0fe23a7f684.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ' ડીવીઝન પોલીસે સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ મીતા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ' ડીવીઝન પોલીસને સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ મુબીન સોસાયટી સ્થિત મીતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો બુટલેગર પોતાના મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી, ત્યારે અંકલેશ્વર શહેર એ, ડીવીઝન પોલીસે બાતમીના આધારે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 79 નંગ બોટલ મળી કુલ 31 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.