/connect-gujarat/media/post_banners/1c2b5e0003b30c7922143fb744888dd34e3747b6d1daf9dbfb1737929c3a189e.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે સુરતી ભાગોળ ત્રણ રસ્તા પાસેથી થ્રી-વ્હીલ ટેમ્પોમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે, એક શક્તિ થ્રી-વ્હીલ ટેમ્પો નંબર જીજે-૧૬-ડબ્લ્યુ-૧૩૫૯માં એક ઈમસ શંકાસ્પદ ભંગારનો જથ્થો લઇ સુરતી ભાગોળ ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનો છે..
ત્યારે બાતમીના આધારે પોલીસે સુરતી ભાગોળ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી, ત્યારે બાતમીવાળો થ્રી-વ્હીલ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવાયો હતો, અને તેમાં તલાસી લેતા ૬૦ કિલો વજન ધરાવતા લોખંડના સળિયાના ટુકડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભંગાર અંગે પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા તમામ મુદ્દામાલ સાથે મૂળ યુપીના તેમજ હાલ સુરતી ભાગોળ નજીક રહેતા ઈસમની અટકાયત કરી હતી. પોલીસે રૂપિયા ૩૯ હજારનું ભંગાર, ટેમ્પો તેમજ મોબાઈલ ફોન મળી કુલ ૮૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.