/connect-gujarat/media/post_banners/df459de15aaab5abed35953f128a78fc49b73c1cbedf8cc645f5c465c933736a.webp)
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભાટવાડ પાસે આવેલ શિવ ગંગા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપી પાડી રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમને માહિતી મળી હતી કે અંકલેશ્વરના ભાટવાડમાં આવેલા શિવગંગા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇકો ગાડીમાં દારૂનો જથ્થો સંતાડીને રાખેલ છે.પોલીસે બાતમી વાળી કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂનો રૂપિયા 16 હજારની કિમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી ઝુબેર કુરેશીની ધરપકડ કરી કુલ રૂપિયા ૩,૨૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.