Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ-એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો

જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યંત હતું. આ કેમ્પમાં આંખ સંબધિત સમસ્યાઓ જેવી કે, મોતિયો, વેલ, છારી જામી જવી, જાખું દેખાવવું, આંખ લાલ થઈ જવી, આંખમાંથી પાણી નીકળવું, આંખમાં ખંજવાળ આવવી, કીકી ઉપર સફેદ ફૂલ પડી જવું સહિત આંખને લગતી વિવિધ સમસ્યાઓ અંગે તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત દર્દીઓને આંખના નંબર તપાસી વિનામુલ્યે ચશ્માનું વિતરણ પણ કરાયું હતું. સવારથી આયોજિત નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરમાં અંદાજે 700થી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ટ્રસ્ટના સભ્યો, શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલનો તબીબ સ્ટાફ અને એશિયન પેઈન્ટ કંપનીના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story