/connect-gujarat/media/post_banners/539c78106ebfd6d727088d9abe8abcd0c82500a0e83c0ae75c9424889768cff8.jpg)
અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઘરડા કેમિકલ્સના સહયોગથી ઓપેરેશન થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલ 140 બેડથી યુક્ત છે.1983થી જયાબેન મોદી મલ્ટિસ્પેશ્યાલીટીહોસ્પિટલ ભરુચ જિલ્લામાં એક વિશિષ્ટ સેવા પ્રદાન કરી રહી છે ત્યારે ડો.કે.એચ.ઘરડાના સિદ્ધાંતો પર સંચાલિત કંપની ઘરડા કેમિકલ્સ પાનોલીના અનુદાન થકી જયાબેન મોદી મલ્ટિ સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં એક નવા ઓપરેશન થિએટરનું નિર્માણ થયું છે જેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હોસ્પિટલ તેમજ કંપનીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો