અંકલેશ્વર : એક એવું સ્થાન, જ્યા કુંડમાં પાણીના પરપોટા પણ બોલી ઉઠે છે “નર્મદે હર”

જેના દર્શન માત્રથી પાપો નષ્ટ થાય છે, એવી પાવન સલીલા માઁ નર્મદા તેના ભક્તોને ડગલેને પગલે પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. વિશ્વની આ એકમાત્ર નદી છે

New Update
અંકલેશ્વર : એક એવું સ્થાન, જ્યા કુંડમાં પાણીના પરપોટા પણ બોલી ઉઠે છે “નર્મદે હર”

નર્મદા પરિક્રમાવાસીઓ સતત માઁ નર્મદા મૈયા તેઓની સાથે જ છે, તેવી અનુભૂતિ કરતા હોય છે, ત્યારે આવી જ અનુભૂતિ કરાવતું એક તીર્થ સ્થાન એટલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરનું બલબલા કુંડ. કે, જ્યા નર્મદે હરનો જયઘોષ કરતાની સાથે જ કુંડનું પાણી પણ પરપોટા રૂપે ઉછળીને આ જયઘોષમાં પોતાનો સૂર પુરાવે છે. નિહાળો આ વિશેષ અહેવાલ...

જેના દર્શન માત્રથી પાપો નષ્ટ થાય છે, એવી પાવન સલીલા માઁ નર્મદા તેના ભક્તોને ડગલેને પગલે પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. વિશ્વની આ એકમાત્ર નદી છે, જેની પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમાવાસીઓ સતત માઁ નર્મદા તેઓની સાથે જ છે, તેવી અનુભૂતિ કરતા હોય છે. આવી જ અનુભૂતિ કરાવતું એક તીર્થ સ્થાન એટલે ભરૂચના અંકલેશ્વનું બલબલા કુંડ. અંકલેશ્વરથી 10 કિલોમીટર દૂર ભરૂડી ગામમાં ભરુડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ભરુડેશ્વર મહાદેવને આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. અંકલેશ્વર એ માંડવ્ય ઋષિ, માર્કંડ ઋષિ, કશ્યપ ઋષિ સહીત અનેક ઋષિ મુનિઓની તપોભૂમિ રહી છે. અંકલેશ્વરના માટીએડ ગામ ખાતે કશ્યપ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી વૈદ્ય વિદ્યા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ સ્થળ સ્થિત વૈદ્યનાથ મહાદેવની સ્થાપના તેઓ દ્વારા કરાઈ હતી. કશ્યપ આશ્રમ ખાતે ભગવાન શિવના ભરુડેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. કશ્યપ ઋષિએ આશ્રમથી 50 મીટરના અંતરે માઁ નર્મદા નદીની આરાધના કરી હતી. ઋષિ કશ્યપની તપસ્યાથી પ્રસન્ન થઈ માઁ નર્મદા રત્નાસાગર સાથે બલબલા રૂપમાં પ્રગટ થયા હતા, માટે જ નર્મદા પરિક્રમાવાસીઓ અહીં બલબલા કુંડના દર્શન અર્થે આવે છે. તેઓ અહી સ્નાન, તર્પણ સહિત પિંડદાન કરે છે. બલબલા કુંડમાંથી નીકળતા પાણીના પરપોટા આજે પણ લોકો માટે વણ ઉકેલ્યો કોયડો છે. નર્મદે હર બોલવાથી અહીં નર્મદા માતા બુલબુલા સ્વરૂપમાં આશીર્વાદ આપે છે, તેવી પુરાણોમાં માન્યતા રહેલી છે.

Latest Stories