Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : આદિવાસી સમાજની બાળાઓ પર થતાં શારીરિક શોષણ મુદ્દે સમસ્ત આદિવાસી સમાજની તંત્રને રજૂઆત...

અંકલેશ્વર-હાંસોટ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ એક આવેદન પત્ર આપ્યું

X

ભરૂચ જીલ્લામાં આદિવાસી સમાજની બાળકીઓ પર શારીરિક શોષણના વધી રહેલા બનાવો મુદ્દે અંકલેશ્વર-હાંસોટ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે અંકલેશ્વર-હાંસોટ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ એક આવેદન પત્ર આપ્યું હતું.

જેમાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં અંકલેશ્વરના એક ગામની પ્રાથમિક શાળામાં આચાર્યએ સાફ-સફાઈ કરવાના બહાને આદિવાસી સમાજની બાળકી સાથે શારીરિક અડપલા અને છેડતી કરી હતી, ત્યારે આ કૃત્ય કરનાર નરધામને કડકમાં કડક સજા થાય તેવી અંકલેશ્વર-હાંસોટ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. આ સાથે જ જીલ્લામાં અત્યાર સુધી 6 જેટલી આદિવાસી બાળકીઓ ઉપર દુષ્કર્મ આચરવાની કોશિશના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, ત્યારે આ ગુનાઓમાં કસુરવાર ઈસમો સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવામાં આવે તેવી આદિવાસી સમાજે માંગણી કરી છે.

Next Story