/connect-gujarat/media/post_banners/a5e5b8ed80f04e46523fe94792bd76d6c6598638b0a453b41bdfae59b2d1f0f4.webp)
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હરીનગર બંગલોઝ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હરીનગર બંગલોઝ સોસાયટીમાં મીરા ઓટો ગેરેજની પાછળ રહેતો બુટલેગર રવિન્દ્રકુમાર કાંતિલાલ મોદી પોતાના ઘરે મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 213 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 34 હજારનો દારૂ અને બે ફોન મળી કુલ 39 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર રવિન્દ્રકુમાર મોદીને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.