/connect-gujarat/media/post_banners/970b0cf29cb600bb238cdaff815c41af6ecf37e69fc12a8e835d79d15a29bcf4.jpg)
અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ ગોવર્ધન એસ્ટેટ સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ મિક્ષ સોલવન્ટના જથ્થા સાથે બે ઇસમોને રૂપિયા 5.68 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા
ભરુચ એસ.ઑ.જીનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ ગોવર્ધન એસ્ટેટ સ્થિત ગોડાઉનમાં ગેરકાયદેસર કેમિકલનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 17 બેરલોમાં ભરેલ 3400 લીટર મીક્ષ સોલવન્ટનો જથ્થો મળી આવ્યો પોલીસે 68 હજારનો સોલવન્ટનો જથ્થો અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 5.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગણેશ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો મેહુલ રૂખડ મેવાડા તેમજ રમેશ કેશવસિંહ પટેલની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.