અંકલેશ્વર : ગટ્ટુ વિદ્યાલયમાં વિશેષ વર્ગ પ્રવૃત્તિ યોજાય, બાળકોએ વિવિધ કૃતિઓ કરી રજૂ

અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય શાળા ખાતે બાળકો માટે વિશેષ વર્ગ પ્રવૃત્તિ યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update

અંકલેશ્વરની શ્રી ગટ્ટુ વિદ્યાલય શાળા ખાતે આજ રોજ તારીખ 1 સપ્ટેમ્બરના રોજ બાળકો માટે વિશેષ વર્ગ પ્રવૃત્તિ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગટ્ટુ વિદ્યાલયના CBSE વિભાગ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મી મેહુલભાઈ રાઠોડ તથા તેમની પત્ની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. તો શાળાના આચાર્યા પ્રતિમા ગૌસ્વામીએ વાલીઓને સંબોધિત કર્યા હતા.શાળાના વાઇસ પ્રિન્સિપલ ભકતીબહેને કાર્યક્રમને સફળ બનવવા બદલ શિક્ષકો અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.આવો નિહાળીએ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ કેટલીક કૃતિઓ.

Latest Stories