/connect-gujarat/media/post_banners/9ff9f11c589d1431cd6ddae8d4599aebb9491abdfcf190cb44e5bc2dae730f1c.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરમાં આવેલ નવી નગરી ખાતે રહેતા મુનીરાબાનુ ઇમરાન ગતરોજ રાત્રે પોતાનું મકાન બંધ કરી સાસુના ઘરે ગયા હતા. તે દરમિયાન તેઓના બંધ મકાનનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં મકાનમાં રહેલ રોકડ રકમ અંદાજે 20 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. જોકે, અગાઉ પણ આ જ મકાનને 2થી 3 વાર તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.