અંકલેશ્વર : વેસ્ટ બંગાળ લઈ જવાતા એશિયન પેઇન્ટ્સ કંપનીના કલરના જથ્થાને સગેવગે કરનાર ટ્રક કંડક્ટર ઝડપાયો

જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી વેસ્ટ બંગાળ લઈ જવાતા કલરનો જથ્થો સગેવગે કરવાના મામલે 6 મહિના બાદ ટ્રકનો કંડકટર પોલીસના હાથે ઝડપાયો હતો.

New Update
અંકલેશ્વર : વેસ્ટ બંગાળ લઈ જવાતા એશિયન પેઇન્ટ્સ કંપનીના કલરના જથ્થાને સગેવગે કરનાર ટ્રક કંડક્ટર ઝડપાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી વેસ્ટ બંગાળ લઈ જવાતા કલરનો જથ્થો સગેવગે કરવાના મામલે 6 મહિના બાદ ટ્રકનો કંડકટર પોલીસના હાથે ઝડપાયો હતો.

મળતી માહિતી અનુસાર, ગત તા. 7 જૂન 2022ના રોજ અંકલેશ્વરની જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી પશ્ચિમ બંગાળના હુગલી ખાતે ટ્રક નંબર GJ-06-ZZ-2870માં ભરી ટ્રક ચાલક પ્રભાત હીરા ઠાકોર કલર માલ 1790 નંગ બોક્સ રૂપિયા 43 લાખથી વધુનો મુદ્દામાલ લઇ જવા રવાનો થયો હતો. જે બાદ ટ્રકનું GPS ચેક કરતા તે બંધ હોવા સાથે ચાલકનો ફોન પણ બંધ આવ્યો હતો, અને આ ટ્રક વડોદરાની ડુમાડ ચોકડી નજીકથી ખાલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે, ટ્રકમાં રહેલ તમામ કલરનો જથ્થો સગેવગે થયો હોવાનું ધ્યાન પર આવતા ડેલ્હીવેરી ફેઈટ સર્વિસીસ કંપનીમાં લોસ એન્ડ પ્રિવીયેન્સન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સિક્યુરિટી મેનેજર મહેન્દ્ર પરમારે હરેન્દ્રસિંહ પરમાર અને ટ્રક ચાલક પ્રભાત હીરા ઠાકોર વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસે અગાઉ 3 આરોપીની અટકાયત કર્યા બાદ મુદ્દામાલ સગેવગે કરનાર ટ્રકના કંડક્ટર શિવાલ ઉર્ફે બુધો ધીરજલાલ વડગામાને સુરતના વરાછાના વૈશાલી ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો.

Latest Stories