/connect-gujarat/media/post_banners/c09d99170f3ddf0d61eb3fcd3025977851c1f7837359651ea668a7ab84eeedbc.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીધર સોસાયટીના મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ થતું હોવાની માહિતીના આધારે એ’ ડીવીઝન પોલીસે એક મહિલા સહિત કુલ રૂ. 63 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આગામી દિવસોમાં દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન દારૂ અને જુગારની પ્રવૃત્તિ ડામી દેવા આદેશ આપ્યા હતા. જે અનુસંધાને અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.એચ.વાળા અને સ્ટાફ હાજર હતો. તે સમયે માહિતી મળી હતી કે, GEB રોડ પર આવેલી શ્રીધર સોસાયટીના મકાન નંબર બી-29માં રહેતા ઇસમે પોતાના મકાનના પહેલા માળે ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.
તથા તેની પત્ની દારૂના જથ્થાનું છૂટક વેચાણ કરે છે, ત્યારે પોલીસ ટીમે બાતમીના આધારે સ્થળ પર પહોંચી ઘરમાં પ્રવેશી પંચોની રૂબરૂમાં તપાસ કરતા ઘરના બેડરૂમના ખુણામાં કાપડના થેલાઓમાં અલગ અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 55 નંગ દારૂની બોટલો કિંમત 63,770 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બુટલેગરના પત્નીની ધરપકડ કરી છે, જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.