અંકલેશ્વર : એર સ્પેશ્યાલીટી ગેસીસ કંપનીના પહેલા માળેથી નીચે પટકાતા કામદારનું સારવાર દરમ્યાન મોત

જીઆઈડીસીમાં આવેલ એર સ્પેશ્યાલીટી ગેસીસ કંપનીના રૂમમાં રહેતો કામદાર પહેલા માળેથી નીચે પટકાતા તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર : એર સ્પેશ્યાલીટી ગેસીસ કંપનીના પહેલા માળેથી નીચે પટકાતા કામદારનું સારવાર દરમ્યાન મોત
New Update

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એર સ્પેશ્યાલીટી ગેસીસ કંપનીના રૂમમાં રહેતો કામદાર પહેલા માળેથી નીચે પટકાતા તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, મૂળ ઓડીશા અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એર સ્પેશ્યાલીટી ગેસીસ કંપનીના રૂમમાં રહેતા 29 વર્ષીય પ્રશાંત બીપીન પોઢ ગત તા. ૯મી ડીસેમ્બરના રોજ પહેલા માળેથી નીચે પટકાતા તેને બંને આંખો અને માથાના ભાગે ગંભીર ઈજાના પગલે હેમરેજ થઇ ગયું હતું. જેથી તાત્કાલિક કંપની સત્તાધીશોએ ઇજાગ્રસ્ત અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગતરોજ તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જીઆઈસીસી પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #died #fell #Worker #GIDC #Company #NAkleshwar #Air Specialty Gases
Here are a few more articles:
Read the Next Article