/connect-gujarat/media/post_banners/55f67eb28c9415700a661bf3bcd2e3410422ba6067b68fafe1f4d0caa4057eb3.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એલીમેન્ટ કેમીલીંક કંપનીમાં લીફ્ટ તૂટી પડતા કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મૂળ મધ્ય પ્રદેશના અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની નવા ભારત ચોકડી દિપ મોલેશ ઈન્ડસ્ટ્રીઝની પાછળ કંપનીના રૂમમાં રહેતા ૩૩ વર્ષીય સુર્યાબલીસીંગ સુરૂદ્દીનસીંગ ગૌંડ ગત રોજ રાતે એલીમેન્ટ કેમિકલ કંપનીમાં બીજા માળે આવેલ ચેઈન કપ્પો, દોરડા,પાઈપ સહીતનો સામાન કંપનીની લીફટમાં ફિટરના કહેવાથી લોડ કરી ચેઈન કપ્પા વડે ખેંચી રહ્યો હતો તે વેળા અચાનક લીફટ તુટી પડી હતી જેને પગલે નીચે રહેલ કામદાર ઉપર સામાન પડતા તેના પગ અને શરીરે ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.