અંકલેશ્વર : “તમારો દીકરો, તમારે દ્વાર” અભિયાન અંતર્ગત AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ યોજી સંકલન બેઠક...

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હવે તમામ પક્ષના ઉમેદવરો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે.

New Update
અંકલેશ્વર : “તમારો દીકરો, તમારે દ્વાર” અભિયાન અંતર્ગત AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ યોજી સંકલન બેઠક...

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હવે તમામ પક્ષના ઉમેદવરો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા 21 દિવસ સુધી સ્વાભિમાન યાત્રા યોજાય હતી. ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રાને સમગ્ર જીલ્લામાં સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. જોકે, હવે ચૂંટણી માટે લોક સમર્થન મેળવવા ચૈતર વસાવા દ્વારા “તમારો દીકરો તમારે દ્વાર” અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા સ્થિત જલારામ મંદિર ખાતે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી. જેમાં ભરૂચ બેઠક પર ભવ્ય જીત મેળવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિ યોજી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ ભરૂચ ભાજપ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઉપરાંત તેઓએ ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે સરકારને પણ આડે હાથ લીધી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories