/connect-gujarat/media/post_banners/51256d6f1a7736b3f6b52d415c3aac970eefbc1534adc03c1f2ae31948580c6a.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી જવાના માર્ગ પર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળી હતી જેના કારણે નજીકમાં રહેલ એક કેબીન બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે આ ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કંપની દ્વારા ગેસ પુરવઠો બંધ કરી હાલ લાઈનના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને આ માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો