/connect-gujarat/media/post_banners/3e0622c3519128d190ecbebaf342395f2273fc4204e350cd3f6e1f64fa4f12e2.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ડીસન્ટ હોટલ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ડીસન્ટ હોટલ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે આ અકસ્માતમાં કારને નુકસાન થવા પામ્યું હતું. જોકે, અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. વાહનોથી ધમધમતાં માર્ગ પર બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ થયો હતો. વાલિયા ચોકડી ખાતે વાહનોનું ભારણ વધી રહ્યું હોવા અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે હવે અકસ્માત સર્જતા મોટા વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.