Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:વાલિયા ચોકડી નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત,મુસાફરોનો આબાદ બચાવ

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. દેશના સુધી મોટા કેમિકલ ક્લસ્ટર હોવાના કારણે અહીં સેંકડો ઉદ્યોગો રાત દિવસ ધમધમે છે.

X

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. દેશના સુધી મોટા કેમિકલ ક્લસ્ટર હોવાના કારણે અહીં સેંકડો ઉદ્યોગો રાત દિવસ ધમધમે છે. જીઆઈડીસીના કારણે અહીં વાહનોની અવર-જ્વર પણ વધુ રહે છે. જીઆઈડીસીના પ્રવેશદ્વાર સમાન વાલિયા ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર હોવા છતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે. આજે સવારે નેશનલ હાઇવે 48 ઉપર વાલિયા ચોકડી નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના નોંધાઈ હતી. અંકલેશ્વર થી બેડવાણ તરફ જી રહેલી એસટી બસનો ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો. ફ્લાયઓવર નીચે ચાર રસ્તા ઉપર રોડ ક્રોસ કરતી વખતે બે વાહનો વચ્ચે ટક્કર થી હતી. સદનસીબે ઘટનામાં બસમાં સવાર તમામ મુસાફર સલામત રહ્યા હતા.

Next Story