/connect-gujarat/media/post_banners/0eae8faaaaf7b19ceddfa43523fea94fc6c7026fc8ff12e4b31ed0ea1688e6b3.jpg)
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક વર્ષા હોટલના યુ-ટર્ન પર કપચી ભરેલ હાઇવા અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા સદનસીબે ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
ભરુચ જીલ્લામાં તહેવારમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના રાજપીપલા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુ ટર્ન પાસે ખાનગી લક્ઝરી બસ નંબર-જી.જે.14.વી.8444 અને કપચી ભરેલ હાઈવા ટ્રક નંબર-જી.જે.16.એ.વી.9802 વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં હાઈવા ટ્રક પલ્ટી ખાઈ જતાં માર્ગ ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અકસ્માત અંગેની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો.જો કે આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો