અંકલેશ્વર: નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, ચાલક અને ક્લીનરને ઇજા

વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉતરતા નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતી ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતાં ચાલક સહિત ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી

અંકલેશ્વર: નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, ચાલક અને ક્લીનરને ઇજા
New Update

અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉતરતા નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતી ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતાં ચાલક સહિત ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી 

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સ્પીડમાં દોડતા વાહનોને પગલે અકસ્માતની ઘટનાઓમાં સામે આવી રહી છે ત્યારે આજરોજ ટ્રક નંબર-જી.જે.03.બી.વાય.2732 લઈ ચાલકને ક્લીનર ભરુચ તરફથી સુરત બાજુ જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉતરતા નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતી ટ્રકના ચાલકે બ્રેક કરતાં પાછળથી આવતી ટ્રક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

#Gujarat #accident #Ankleshwar #Valia chowkdi #National Highway #two trucks
Here are a few more articles:
Read the Next Article