Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : દીલ્હી ટ્રેડિંગ ગોડાઉનમાંથી ચોરાયેલા મુ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

X

અંકલેશ્વરના દિલ્હી ટ્રેડિંગ ગોડાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ચોરીમાં ગયેલાં મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવાયો છે.....

અંકલેશ્વર શહેર પોલીસે દિલ્હી ટ્રેડીંગ ગોડાઉમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. અંદાજે ૧૨ દિવસ અગાઉ જી.ઇ.બીની બાજુમાં આવેલ દિલ્હી ટ્રેડીંગના ગોડાઉનમાં ચોરી થયાની પોલીસ ફરીયાદ નોંધાય હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ચોરીમાં ગયેલો મુદ્દામાલ ગોડાઉન નજીક આવેલી એક બંધ કંપનીની પાછળના ભાગે ઝાડીઓમાં સંતાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સુરજ શંકર મરાઠીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે. ઝડપાયેલો આરોપી ચોરીના મુદ્દામાલ પર વોચ રાખતો હતો. ચોરીના આ ગુનામાં ભંગારીયા સહિત અન્ય આરોપીઓના નામ બહાર આવતાં તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે.

Next Story