અંકલેશ્વર : સેંગપુરના જીતાલી-દઢાલ માર્ગ પર ગાંજાની ખેતી કરનાર ઇસમની પોલીસે કરી ધરપકડ…

મળતી માહિતી અનુસાર, ભરૂચ એ.ઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભાવસિંગ વસાવાને બાતમી મળી હતી

New Update
અંકલેશ્વર : સેંગપુરના જીતાલી-દઢાલ માર્ગ પર ગાંજાની ખેતી કરનાર ઇસમની પોલીસે કરી ધરપકડ…

ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના જીતાલી-દઢાલ માર્ગ પર ઝૂંપડાની દીવાલ પાસે ઉગાડેલ 7 કિલો લીલો ગાંજો મળી રૂ. 74 હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ એ.ઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભાવસિંગ વસાવાને બાતમી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના જીતાલી-દઢાલ માર્ગ ઉપર ઝૂંપડું બનાવી રહેતા એક ઈસમે લીલા ગાંજાના છોડ ઉગાડેલા છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા., જ્યાં પોલીસને ઝૂંપડાની બાજુમાં સિમેન્ટના પતરાની દીવાલને અડીને ઉગાડેલા 2 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે 7.440 કિલો લીલો ગાંજો મળી કુલ રૂપિયા 74 હજારનો મુદ્દામાલ કબ્જે કરી સેંગપુર વડ ફળીયામાં રહેતા ઇસમની ધરપકડ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.