અંકલેશ્વર : મર્હુમ અહેમદ પટેલની કબરની અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે લીધી મુલાકાત

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુલાકાત લીધી હતી.

New Update

ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મરહુમ અહેમદ પટેલની કબર પર જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓના કાર્યોની સુવાસ આજીવન સમગ્ર દેશમાં ફેલાતી રહેશે એવું મંતવ્ય પણ વ્યક્ત કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા તેમજ ભરૂચ શહેર કોંગ્રેસ અગ્રણી અને કામરેજના પ્રભારી પરેશ મેવાડા સહિત કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિરજી ઠુમ્મરે ત્યાર બાદ મરહુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝબેન પટેલની તેમના નિવાસસ્થાન ફોન કોલ પર ખબર અંતર પૂછ્યા હતા. બકરી ઈદ નિમિત્તે તેઓ અહેમદ પટેલની કબર પર શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા આવ્યા હતા તેમ તેમણે જણાવ્યું હતું.

Latest Stories