વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ અને ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ભરુચ એસ.ઑ.જીના પી.આઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભડકોદ્રા ગામના ન્યુ ઈન્ડીયા માર્કેટમાં એ.કે.એસ ટ્રેડર્સ ભંગારની દુકાનમાં શંકાસ્પદ ભંગાર છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી કોપરના વાયરોના ગુચળા,એલ્યુમિનીયમના વાયરો અને એસ.એસ.નો ભંગાર,એસ.એસ.ની નાની મોટી પાઈપો કંટીગ કરેલી જથ્થો મળી આવ્યો હતો જે ભંગાર અંગે ન્યુ ઈન્ડીયા માર્કેટમાં રહેતા વેપારી પાસે જરૂરી પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે કોપરના વાયરોના ગુચળા, એલ્યુમીનીયમના વાયરો અને એસ.એસ.નો ભંગાર મળી 92 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંકલેશ્વર: ભડકોદ્રા ગામમાંથી ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
New Update