અંકલેશ્વર: પોષણસુધા યોજના સામે આંગણવાડીબહેનોનો વિરોધ,આવેદનપત્ર પાઠવાયું

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આંગણવાડીબહેનોએ પોષણસુધા યોજના સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું

અંકલેશ્વર: પોષણસુધા યોજના સામે આંગણવાડીબહેનોનો વિરોધ,આવેદનપત્ર પાઠવાયું
New Update

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આંગણવાડીબહેનોએ પોષણસુધા યોજના સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના નેજા હેઠળ આંગણવાડી બહેનો મોટી સંખ્યામા અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે એકત્રિત થઈ પોષણ સુધા યોજનામાં પડતી મુશ્કેલી સાથે મોબાઈલ એન્ટ્રી ઘટાડવા ફરજીયાત પર્સનલ મોબાઈલથી ફોટા માંગવાનું બંધ કરવા જેવા મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યાઅનુસાર સરકાર ધ્વારા આપવામાં આવેલ કેશ મોબાઈલ શોભાના ગાંઠીયા સમાન જ છે.એમાં એક પણ કામગીરી થતી જ નથી.જયારે બહેનોને પોતાનાં પર્સનલ મોબાઈલથી કામગીરી કરવા સખત દબાણ અને માનસીક ત્રાસ આપવામાં આવે છે.તે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે બહેનોએ એન્ટ્રી તો કરી જ છે પરંતુ અધિકારીઓ ઘ્વારા સવારે ટાઈમ – સ્ટેમ્પ સાથે રોજનાં ૫ ફોટોગ્રાફ મોકલવાનું જે દબાણ અને ફરજ પાડવામાં આવી રહી છે તે તાત્કાલીક ધોરણે બંધ કરવાની માંગ કરવામાં આવી હતી

#Gujarat #ConnectGujarat #Ankleshwar #Protest #Petition #Anganwadi Sister #Pohnshasudha Yojana
Here are a few more articles:
Read the Next Article