અંકલેશ્વર GIDC ખાતે આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં એન્યુઅલ સ્પોર્ટસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ખાતે આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમત ગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં શાળાનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ્ય બતાવ્યુ હતું. ભણતરની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓની રૂચિ અને મનોબળ વધે તે માટે આ હરીફાઈમાં પ્રત્યેક રમતમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી તથા ચીફ ગેસ્ટ દ્વારા સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચીફ ગેસ્ટ મોહમ્મદ જડલીવાળા, ગટ્ટુ વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર મિશેલ ગણેશની, આચાર્ય ડો. અંશુ તિવારી સહિત શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.