અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં અસમાજિક તત્વોએ મચાવી ધમાલ, ભાજપના નગરસેવક પર આક્ષેપ

અંકલેશ્વરમાં ગત રાતે કેટલાક ઈસમોએ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ સંજય નગર સ્થિત શાકમાર્કેટમાં આતંક મચાવ્યો હતો

New Update
અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં અસમાજિક તત્વોએ મચાવી ધમાલ, ભાજપના નગરસેવક પર આક્ષેપ

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ શાકમાર્કેટમાં 3 શખ્સોએ શાકભાજીના ફેરિયાઓની લારીઓને નુકસાન પહોંચાડ્યું હોવાનો વિડીયો સામે આવતા વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો અને ભાજપના નગર સેવક પર આક્ષેપ કર્યા હતા

અંકલેશ્વરમાં ગત રાતે કેટલાક ઈસમોએ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ સંજય નગર સ્થિત શાકમાર્કેટમાં આતંક મચાવ્યો હતો ત્રણ જેટલા ઈસમો મદમસ્ત થઇ આવી શાક માર્કેટમાં રહેલ લારીઓ અને પડદા ફાડી નાખી નુકશાન પહોંચાડ્યું હોવાના વિડીયો સામે આવ્યા છે જેમાં ત્રણ ઈસમો માર્કેટમાં આવી તમામ લારી અને પડદાને નુકશાન કરતા નજરે પડી રહ્યા છે સ્થાનિક વેપારીઓએ આ ત્રણ ઈસમો ભાજપના વોર્ડ નંબર 4ના સભ્ય વિશાલ ચૌહાણ, સફી મુસા શેખ, અને પૂર્વ નગર સેવકના પતિ કમલજીત ઠાકુર હોવાના આક્ષેપ કર્યા છે.આ ઈસમો પૈકી સફી મુસા શેખ અગાઉ ધમકી આપવા આવતો હોવાનો આક્ષેપ કર્યા છે આ અંગે પોલીસ મથકે જાણ કરી છે અત્રે ઉલ્લેખની છે કે પોલીસ તંત્ર આવા તત્વો છે છાવરવાના બદલે કડક રાહે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.

Latest Stories