ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે સામજીક સેવાકીય સંસ્થાઓની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો સંબંધ વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે. પરંતુ સમાજના કેટલાય ભાઇઓ દિન-રાત સમાજનું રક્ષણ કરવાના હેતુથી સેવારત હોય છે. 24 કલાક ફરજ પર કાર્યરત રહેતા પોલીસ કર્મચારીઓ પોતાની સેવા અને ફરજ દ્વારા સમાજનું રક્ષણ કરવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે છે..
ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર-વુમન્સ તેમજ સંગીની-અંકલેશ્વર મેન દ્વારા પોલીસ કર્મચારીઓના કાંડે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. +પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ IPS પોલીસ અધિકારી લોકેશ યાદવ સહિત પોલીસ કર્મચારીઓ, લાયન્સ ક્લબના મહિલા પ્રેસિડેન્ટ દક્ષા સાબલપરા તેમજ સંગીની અંકલેશ્વર મેન, જૈન સોશિયલ ગ્રુપના અંજલ શાહ સહિત મોટી સંખ્યામાં સંસ્થાના સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.